Monday, May 31, 2010

ભૂલ

બસ, એ જ મારી ભૂલ
મેં ના આપ્યા તને ફૂલ,
મને ચાંદ આપવા ની હોશ,
એટલે બાંધવા ગયો પૂલ

તે અમસ્ત પૂછી લીધું,
હાર મોટી કે જીત,
હું અબૂધ કહી બેઠો,
સૌથી મોટી તો પ્રીત
હવે તું કહે એ સજા કબૂલ

બસ એ જ મારી ભૂલ
મેં ના આપ્યા તને ફૂલ
મને ચાંદ આપવા ની હોશ,
એટલે બાંધવા ગયો પૂલ

Posted by Jani at 1:31 AM

Wednesday, November 18, 2009

અધૂરું સ્વપ્ન

શમણું એક મધુરું,
રહી ગયું અધૂરું,
ઊંઘવા મથું ફરી,
આંખડી બંધ કરી
પણ સુવા ના દે
આકાશ ભૂરું...
શમણું એક મધુરું, રહી ગયું અધૂરું

પાંપણે ભાર,
આંગણે સવાર,
રાતની સોગાત,
કેમ કરી વિસાત?
તરસ યુગોજુની,
શોધે જળ-ઝરું..
શમણું એક મધ્રુંરૂ, રહી ગયું અધૂરું..

ઘર-આંગણ સરોવર,
દ્રશ્ય મનોહર,
ફૂલોના તોરણ,
રમતા હરણ
ઘડીભર થયું,
મળ્યો મને ચરુ.
શમણું એક મધુરું, રહી ગયું અધૂરું

ઉગી મને પાંખ,
ખીલી હર શાખ,
પંખીઓ ચહેકે,
ઉપવન મહેકે,
સાવ નકલી એ
ભાસે મનને ખરું
શમણું એક મધુરું, રહી ગયું અધૂરું

એ પણ હતા,
શું એ પળ હતા?
શાશ્વત રૂપ,
કરતુ મુગ્ધ,
એક ઝલક જોયું
મુખડું પ્યારું...
શમણું એક મધુરું, રહી ગયું અધૂરું.


ચંદ્ર સમી આભા,
ઉર્મીઓ ની સભા,
મિલનની આશ,
રોકાતો શ્વાસ,
ત્યાં પડી સવાર,
થાય એનું બુરું..
શમનું  એક મધુરું, રહી ગયું અધૂરું.

સાવ અધુરી રાત,
અધુરી રહી વાત,
મિલન ની બે ઘડી,
વિરહ અનંત સુધી,
મીઠા સ્વપ્ન નું,
ફળ મળ્યું તુરુ..
શમણું એક મધુરું, રહી ગયું અધૂરું.

Friday, October 23, 2009

લક્ષ્મણરેખા

સીતા બની ધરતી, રાવણ બન્યું ગગન જયારે 
બની ને લક્ષ્મણ, મેં મારી ફરજ નિભાવી છે.  
નહિ થાય હવે સીતાહરણ, નહિ બને ફરી રામાયણ, 
મેં આજે જ ક્ષિતિજે જઈ, એક લક્ષ્મણરેખા આંકી છે


- ચિત્રકાર 'જાની'


તરસ મળી માછલી ની

તરસ મળી માછલી ની, 
રહેવા મળ્યું મને રણ, 
સુખ મળ્યું ભવોભવ નું, 
જીવવા મળી મને ક્ષણ.  


જાગતી રાતો નયનના દ્વારે, 
પાંપણનો ભાર કોણ ઉતારે? 
શમણા વેર્યા આંગણે,  
પંખી, મન મૂકી ને ચણ.  


છોડ હવે, લોક્લા ત્યજી દે, 
એક ઘાવ કસીને તું મારી દે,
મારા દોસ્ત હોવા ના દાવે, 
એટલો હક છે તને પણ.  


સુખ મળ્યું ભવોભવ નું, 
જીવવા મળી મને ક્ષણ

તરસ મળી માછલી ની, 
રહેવા મળ્યું મને રણ, 


Monday, October 19, 2009

અજાણતા

હું મને જ શોધતો રહ્યો, 
ત્યાં એ મને પામી ગયા  


મેં ક્યાં માગ્યું હતું મારા માટે, 
કે જીવન મને આપી ગયા.  


એ નિશબ્દ પડઘાઓ તણાં, 
સુર મને સ્પર્શી ગયા.  


સાગર ના એ મોજાઓ હતા, 
કોણ જાણે કેમ શમી ગયા?  


'જાની' તો બસ લખતો રહ્યો, 
કાવ્ય એની મેળે બની ગયા

Thursday, October 15, 2009

બસ મળે પાંખો એની વાર

ઉતરી જાવું આંખો ની પાર,
બસ મળે પાંખો એની વાર

પરિચય મારા પ્રિયજ
નોનો,
પીઠ પાછળ ખંજર ની ધાર,

મારા ના હોવા ની વેદના,
એટલે આંસુ બે, ત્રણ, ચાર

ઈશ્વર, અલ્લાહ
, ઈશ કે ગુરુ,
નામ જુદા પણ એક જ સાર,

અંધ છું હું જનમ જાત,
મારે કેવી રાત, કેવી સવાર- H JaniWelcome

પ્રશ્ન પૂછું હું એક, મને આપો જવાબ સાચો,  
ક્યારે હસ્યા છો છેલ્લે તમે મન મૂકી ને,  
 
કોફી ના કડવા ઘૂંટ સાથે પીઓ વેદનાઓ બધી,  z
કોઈ ના ખભે માથું નાખી રડ્યા છો મન મૂકી ને,  
 
યાદ હોઈ તો કહો કોઈ એવો અવસર મને,  
કોઈ પાસે અમથું અમથું ખુલ્યા છો મન મૂકી ને..  
------------------------------------------------------------
I have created this blog with only one intention - to open up with the world. I tell you there is no fun in secrecy, the real enjoyment is in sharing... I always wanted to create a space where people can put their thought, can share whatever in their mind. I hope this would provide a platform for them.  
I've always been a great fan of Gujarati literature so expect this blog to be filled with gazals, poems, stories and all sort of things.. I always welcome anybody to share such nice thoughts..
I don't want this blog to be my personal diary so I welcome you all to contribute whatever you can.  

Have fun!! Happy blogging!!


Hopeful,
Hiren Jani