Wednesday, November 18, 2009

અધૂરું સ્વપ્ન

શમણું એક મધુરું,
રહી ગયું અધૂરું,
ઊંઘવા મથું ફરી,
આંખડી બંધ કરી
પણ સુવા ના દે
આકાશ ભૂરું...
શમણું એક મધુરું, રહી ગયું અધૂરું

પાંપણે ભાર,
આંગણે સવાર,
રાતની સોગાત,
કેમ કરી વિસાત?
તરસ યુગોજુની,
શોધે જળ-ઝરું..
શમણું એક મધ્રુંરૂ, રહી ગયું અધૂરું..

ઘર-આંગણ સરોવર,
દ્રશ્ય મનોહર,
ફૂલોના તોરણ,
રમતા હરણ
ઘડીભર થયું,
મળ્યો મને ચરુ.
શમણું એક મધુરું, રહી ગયું અધૂરું

ઉગી મને પાંખ,
ખીલી હર શાખ,
પંખીઓ ચહેકે,
ઉપવન મહેકે,
સાવ નકલી એ
ભાસે મનને ખરું
શમણું એક મધુરું, રહી ગયું અધૂરું

એ પણ હતા,
શું એ પળ હતા?
શાશ્વત રૂપ,
કરતુ મુગ્ધ,
એક ઝલક જોયું
મુખડું પ્યારું...
શમણું એક મધુરું, રહી ગયું અધૂરું.


ચંદ્ર સમી આભા,
ઉર્મીઓ ની સભા,
મિલનની આશ,
રોકાતો શ્વાસ,
ત્યાં પડી સવાર,
થાય એનું બુરું..
શમનું  એક મધુરું, રહી ગયું અધૂરું.

સાવ અધુરી રાત,
અધુરી રહી વાત,
મિલન ની બે ઘડી,
વિરહ અનંત સુધી,
મીઠા સ્વપ્ન નું,
ફળ મળ્યું તુરુ..
શમણું એક મધુરું, રહી ગયું અધૂરું.